અમરાનાથ યાત્રામાં હાલ કુદરતી આફત નડી રહી છે જેના લીધે યાત્રા અટકાવવી પડે છે, થોડા દિવસ પહેલા ભારે વરસાદના લીધે યાત્રા અટકાવી દેવામાં આવી હતી, વરસાદ અટકતા અને માર્ગ ખુલી જતા પુન યાત્રા શરૂ કરવામાં આવી હતી. હાલમાં રામબનના પંથાલમાં ભૂસ્ખલનને કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી. બાલતાલથી મુસાફરી કરી રહેલા 2504 યાત્રાળુઓને રામબન ખાતેના ટ્રાન્ઝિટ કેમ્પમાં રાખવામાં આવ્યા છે જ્યારે પહેલગામથી મુસાફરી કરી રહેલા 4649 મુસાફરોને જમ્મુ પરત મોકલવામાં આવ્યા છે. આ પહેલા શુક્રવારે ખરાબ હવામાનના કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે બેઝ કેમ્પ ભગવતી નગરથી શનિવારે લગભગ 7 હજાર અમરનાથ યાત્રીઓને પહેલગામ અને બાલતાલ મોકલવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે જમ્મુથી અમરનાથ ગુફામાં 7,053 તીર્થયાત્રીઓને મોકલવામાં આવ્યા હતા, જેમાંથી બાલતાલથી મુસાફરી કરી રહેલા તીર્થયાત્રીઓને 88 વાહનોમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે પહેલગામથી યાત્રા કરનારાઓને 115 વાહનોમાં મોકલવામાં આવ્યા હતા.