સરકાર શાળામાં છાત્રોના એડમિશન, શીખવાના સ્તર, ડ્રોપઆઉટ, પાઠ્યપુસ્તકોની આપૂર્તિ, સંસાધનોનો’ યોગ્ય ઉપયોગ વગેરે માટે એક તંત્ર સ્થાપિત કરશે. ગુજરાત મોડેલ ઉપર આધારિત ‘વિદ્યાવદ્યા સમીક્ષા કેન્દ્ર’ નામની આ કેન્દ્રીય પ્રણાલીને દેશના વિભિન્ન રાજ્યોમાં લાગુ કરવામાં આવશે.
શિક્ષા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે જૂન મહિનામાં ગુજરાતના ગાંધીનગરમાં આયોજીત રાજ્યોના શિક્ષા મંત્રીઓની બેઠકમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર મુદ્દે વિચાર કરવામાં આવ્યો હતો તેમજ આવી વ્યવસ્થા લાગુ કરવાને લઈને સહમતિ બની હતી.’ મંત્રાલયમાંથી પ્રાપ્ત જાણકારી અનુસાર વિદ્યા સમીક્ષા કેન્દ્રનો હેતુ આંકડા અને સંસાધનોના ઉપયોગ મારફતે શિક્ષણના સ્તરમાં સુધારો લાવવાનો છે.
જાણકારી અનુસાર તેમાં પ્રભાવી રીતે આંકડા એકત્રિત કરવાની સાથે તેની દેખરેખ કરવામાં આવશે અને મૂલ્યાંકન ઉપર ધ્યાન આપવામાં આવશે. જેથી યોજનાઓની લાગુ કરવાની દિશામાં યોગ્ય પગલા ભરી શકાય. આ તંત્રમાં એકીકૃત જીલ્લા સૂચના પ્રણાલી, છાત્ર અને શિક્ષક ડેટાબેઝ, રાષ્ટ્રીય ઉપલબ્ધ સર્વેક્ષણ, નિપુણ ભારત વગેરેના આંકડાનો ઉપયોગ વિદ્યાર્થીઓના ફાયદા માટે કરવામાં આવશે. અધિકારીના કહેવા પ્રમાણે પ્રણાલી મારફતે આંકડાનું વ્યાપક વિશ્લેષણ કરવામાં આવશે અને મશિન લર્નિંગનો ઉપયોગ કરીને સંપૂર્ણ શિક્ષા પ્રણાલી ઉપર નજર રાખવામાં આવશે.