પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુરમાં બાળકીને ઠપકો આપવાને લઈને વિશેષ સમાજના લોકોએ શિક્ષિકાને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકો સ્કૂલમાં ઘુસી ગયા હતા અને શિક્ષિકાને મારવાનું શરૂ કર્યું હતું. ઘણા સમય સુધી હંગામો થયો હતો. પોલીસે 35 લોકો સામે FIR કરી છે અને 4 લોકોની ધરપકડ કરી છે.