અમરેલી જિલ્લામા તારીખ 23ની સાંજે પરપ્રાંતીય ખેત મજૂર પોતાની વાડી વિસ્તારમાંથી કેડી જેવા રસ્તા ઉપરથી ઘરે જઈ રહ્યો હતો તે દરમ્યાન નજીક આશરે 10 ફૂટ દૂર વાડી વિસ્તાર સિંહ-સિંહણ હતા. આ પરપ્રાંતીય મજૂરને ખબર પણ ન હતી અહીં સિંહ-સિંહણ છે. અચાનક સિંહ આવી જતા ભાગવાનો સમય પણ આ મજૂર ને ન મળ્યો. ત્યારબાદ સ્થાનિક વનકર્મીઓને સમાચાર મળ્યા અને ત્યારબાદ રેન્જ ફોરેસ્ટર ઓફિસર દ્વારા ધારી ગીર પૂર્વના DCF રાજદીપ સિંહ ઝાલાને જાણ કરવામાં આવતા ઘટનાની પ્રથમ ત્રણ રેન્જના અધિકારીઓ કર્મચારીઓને બનાવ સ્થળે પહોંચાડી સિંહ-સિંહણના લોકેશન મેળવવા કાર્યવાહી શરૂ કરાઇ હતી.