બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ અને આકરૂ ગામે દેશી દારૂ પી લેતા આઠ જેટલા વ્યક્તિને લઠ્ઠાકાંડ જેવી અસર થતા ગંભીર હાલતે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવને લઈને પોલીસ તથા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.
બોટાદના રોજીદ ગામે દેશી દારૂ પી લેતા આઠેક વ્યક્તિઓ બેભાન જેવા થઈ જતા લઠ્ઠાકાંડની દહેશત સાથે તેઓને બોટાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ કરાતા ભાવનગરથી પોલીસ તથા તબીબોની ટીમ બોટાદ જવા રવાના થયેલ છે. તમામ લોકોની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.બે વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. ભાવનગરથી રેન્જ આઈજી અશોકકુમાર યાદવ પણ બોટાદ પહોંચ્યા છે.