રાજ્યમા વધતા જતાં લમ્પી વાયરસના કેસોને લઈ કેંદ્ર સરકાર હરકતમા આવી ગઇ છે. અને ચાર ઉચ્ચ અધિકારીઓને તાબડતો ગુજરાત મોકલ્યા છે. તો બીજી તરફ રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પણ વાઇરસ ને અટકાવવા તેમજ તેના વેકસીનેશન ને લઈ બક્કાવાર બેઠકો કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં દુધાળા પશુઓમાં લમ્પી વાયરસ ના વધતા જતા કેસના કારણે મોટા પાયે ગાય ભેસ ના મૃત્યુ થયાનો અંદાજ છે. તો બીજી તરફ લમ્પી વાયરસની ગંભીરતા જોતા 3 વૈજ્ઞાનિકો અને 1અધિકારી એમ 4 લોકોની ટીમ ગુજરાત આવી પહોંચી છે. જે અત્યારે સુરેંદ્રનગર જીલ્લાની મુલાકાતમાં જશે અને આવતીકાલે જામનગર જિલ્લામાં ટીમ પહોંચશે. તો બીજી તરફ વાયરસનુ સંક્રમણ કાબુમાં લેવા સરકારનું પશુપાલન વિભાગ હાલ વેક્સિનેશન કરી રહ્યું છે.જ્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પેટલે પણ પશુપાલન નિયામક ફાલ્ગુની બેન ઠાકર અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો કરી હતી.
આ બેઠક બાદ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર અને કૃષિ મંત્રી તેમજ પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મહત્વની વધુ એક બેઠક લમ્પી વાયરસના અનુસંધાનમાં મળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લંપી વાઇરસના પગલે હાલમાં ભારત સરકાર ના 4 અધિકારીઓ પૈકી ત્રણ વૈજ્ઞાનિકો અને એક દિલ્હી સરકારના અધિકારી સુરેન્દ્રનગર અને જામનગરની મુલાકાતે રવાના થયા છે. જયારે લમ્પી વાયરસ મામલે મુખ્યમંત્રી ની અધ્યક્ષતામા પણ મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવશે.