બોટાદ પંથકમાં લઠ્ઠાકાંડની બનેલી ઘટનાએ ચકચાર મચાવી છે. બીજી બાજુ આ મામલે પોલીસ અને તંત્રની નિષ્ક્રીયતા છતી થતા રાજકારણ ગરમાયું છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આ ઘટનાના પગલે તેઓ પણ આજે બપોરે ભાવનગર દોડી આવશે તેમ જાણવા મળ્યું છે.
આમ આદમી પાર્ટીના ભાવનગરના પ્રમુખએ જણાવ્યું હતું કે, બપોરે ૧ વાગ્યે અરવિંદ કેજરીવાલ ભાવનગર આવશે અને હોસ્પિટલની મુલાકાત લઇ ભોગગ્રસ્ત તેમજ અસરગ્રસ્ત લોકો અને પરિવારની મુલાકાત લેશે. કેજરીવાલની આ સુચિત મુલાકાતને લઇને રાજકારણ ગરમાયું છે અને તેના પડઘા દેશવ્યાપી પડશે તેમ હાલ જણાઇ રહ્યું છે.