ગારીયાધાર તાબેના મેસણકા ભંડારીયા ગામે આવેલ ટાટા સોલાર પ્રોજેક્ટ પાવર કંપનીમા કામ કરતા કર્મચારી દ્વારા કરાયેલ સોલારની પ્લેટો, હાડનેસ કટ, કેબલ વાયર, અલગ અલગ નાની મોટી કંપનીની વસ્તુની ચોરી કરી મૃદામાલ વડોદરા ખાતે આપી મુદામાલ આપનાર તથા લેનાર આરોપીને દબોચી લઇ કુલ કી.રૂ.૬૪,૦૦૦/- ની મુદ્દામાલ ગારીયાધાર પોલીસે કબજે કર્યો હતો.
ગારીયાધાર તાલુકાના મેસણકા તથા ભંડારીયા ગામની સીમ ખાતે આવેલ ટાટા સોલાર પ્રોજેક્ટ પાવર કંપની માથી કેબલ વાયર તથા સોલાર પ્લેટો (મોડ્યુલ) તથા અન્ય નાની મોટી સોલાર કંપનીની વસ્તુ મળી કી.રૂ.૬૪,૦૦૦/- ની ચોરી કરીનો ગુન્હો બનેલ જે ગુનો શોધી કાઢવા ગારીયાધાર પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ એન.કે.વિઝુંડાની સુચના મુજબ કંપનીમા થયેલ ચોરી ડીટેક્ટ કરવા માટે એક અલગ સ્કવોર્ડ બનાવી કામગીરી કરવા સારૂ પોલીસ સ્ટાફના માણસોને કહેલ બાદમા ચોરીની તપાસમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીરાહે હકીકત મળેલ કે પ્રતાપભાઇ રાણાભાઇ ગરણીયા રહે.સમઢીયાળા વાળા તથા રમેશભાઇ નગાભાઇ મકવાણા રહે.સમઢીયાળા વાળા તથા રાજપાલસિંહ રણજીતસિંહ સરવૈયા રહે.સાતપડા વાળા નાઓએ ભેગા મળી સોલાર કંપનીમાથી સોલાર પ્લેટો તથા હાડનેસ કટ તથા કંપનીની નાની મોટી વસ્તુની ચોરી કરેલ અને તમામે ભેગા મળી ચોરીનો મુદામાલ વડોદરા મુકામે સુરેશભાઇ વાલજીભાઇ ઇટાળીયા નાઓને વેંચેલ હતો બાદમા ચોરીનો ભેદ ઉકેલવા માટે અલગ પોલીસ સ્કવોર્ડ દ્વારા ચોરીની કામગીરી શરૂ કરવામા આવી બાદમા ઉપરોક્ત આરોપીઓને વારાફરતી ચેક કરતા ચોરીમા ગયેલ કેબલ વાયર તથા સોલાર (મોડ્યુલ) પ્લેટો નંગ-૧૦ નો મુદામાલ રીકવર કરેલ તથા કુલ કુલ-૦૪ ઈસમો પકડી પાડેલ અને સોલાર કંપનીમા થયેલ ચોરીનો ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હેડ કોન્સ આર.એન.ગોહિલએ હાથ ધરેલ છે. આરોપી પ્રતાપભાઇ રાણાભાઇ ગરણીયા અને આરોપી સુરેશભાઇ વાલજીભાઇ ઇટાળીયા રીઢા ગુનેગાર હોવાનું અને જુદા જુદા પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.