પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ દશામાંના ૧૦ દિવસના વ્રતનો પ્રારંભ થશે. ખાસ કરીને મહિલા વર્ગમાં દશામાંના વ્રતનું વિશેષ મહત્વ જાવા મળે છે. વ્રતના પ્રારંભને આડે હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે માતાજીની મૂર્તિઓનું ધુમ વેચાણ થઇ રહ્યું છે. દશામાંના વ્રતમાં ઘરે ઘરે માતાજીની મૂર્તિની સ્થાપના કરી અને દસ દિવસ સુધી ભક્તિ કરવામાં આવે છે. જેમાં સ્ત્રીઓ દસ દિવસના ઉપવાસ કરીને આ વ્રતને ઉજવે છે. દસેય દિવસો ભક્તો માતાજીની તન-મન-ધનથી ભક્તિ કરશે. શ્રાવણમાં શ્રદ્ધા અને ધાર્મિકતાથી આખા માસને ઉજવવામાં આવે છે. આવનારા વ્રતના દસેય દિવસો ભક્તો માતાજીની તન-મન-ધનથી ભક્તિ કરશે.