ભાવનગરમાં રોટરી કલબ ઓફ ભાવનગર રોયલ અને ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ દ્વારા કારગીલ વિજય દિવસ અને વિરગતિ પામેલા જવાનોની યાદમાં રવિવારે રક્તદાન શિબિર ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ખાતે યોજાઇ ગઇ. આ પ્રસંગે બન્ને સંગઠનના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કુલ ૨૧૧ યુનિટ રક્ત એકત્ર થયું હતું જે રક્ત સર તખ્તસિંહજી હોસ્પિટલની બ્લડ બેંક તેમજ ભાવનગર બ્લડ બેંક દ્વારા સંકલન થયું હતું.