બોટાદના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 39 લોકોના મોત નિપજ્યા છે અને અનેક લોકો જુદી જુદી હોસ્પિટલમાં એડમિટ થયા છે. આ લઠ્ઠાકાંડની ચર્ચા ટોક ઓફ ધ નેશન બની છે. આ મામલે મુખ્યમંત્રી ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી, અને સત્વરે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે.