ભાવનગર શહેર અને જિલ્લામાં વારંવાર સરકારી અનાજના ટ્રકો ઝડપાતા આવ્યા છે. પરંતુ અસરકાર કામગીરીનો અભાવ જાેવા મળી રહ્યો છે. ગરીબો માટે ફાળવાતું અનાજ બારોબાર પગ કરી જાય છે છતાં તંત્ર મૂળ સુધી પહોંચવામાં કેમ નિષફળ રહે છે.? તેમ લોકો પૂછી રહ્યા છે. જનતા જાગૃત થઈ છે અને અનાજના કૌભાંડો પકડી તંત્રના હવાલે કરી રહ્યું છે પરંતુ બાદમાં કાર્યવાહીમાં તંત્ર નબળું પડતું હોવાથી કચવાટ વ્યાપ્યો છે.
ગત તા.૨૪ જુલાઈના મોડી રાત્રે ભાવનગર જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે ૩૫ હજાર કીલો ઘઉં ચોખાના જથ્થા સાથે એક ટ્રકને પાલીતાણા ય્ૈંડ્ઢઝ્રમાં માંડવીયા કેટલ ફીડના ગોડાઉનમાંથી ઝડપી પાડ્યો હતો. અનાજની માલિકી પાલીતાણા ઇરફાન દાદનભાઈ માંડવીયાની હોવાનું ખુલતા તંત્રએ આધાર પુરાવા રજૂ કરવા જણાવી રૂ.૯ લાખનો અનાજનો જથ્થો સીઝ કર્યો હતો જયારે ટ્રક (કિંમત રૂ.૧૧ લાખ)ને ઝડપી પોલીસ સ્ટેશને સુપ્રત કર્યો હતો.
આ બનાવમાં આજે ત્રીજા દિવસે પણ અનાજનો હિસાબ રજૂ થયો નથી. આવા કિસ્સામાં બિલ રજૂ કરવા સમય આપીને એક રીતે કથિત કૌભાંડી શખ્સોને આડકતરી રીતે મદદરૂપ થવા પ્રયાસો થતા હોવાના આક્ષેપ ઉઠ્યા છે, તંત્ર ભલે ગમે તે કહે પરંતુ લોકો શંકાની દ્રષ્ટિએ સમગ્ર મામલાને જાેઈ રહ્યા છે. બિનહિસાબી જથ્થો ઝડપાવાના અનેક બનાવો પછી તંત્રએ શુ કામગીરી કરી, કોને જેલ ભેગા કર્યા ? તે ક્યારેય જણાવતું નથી. સરકાર ગરીબો માટે ચિંતા કર્યા કરે છે અને ગરીબોનું અનાજ બારોબાર સોદાગરોના પેટ ભરાઈ રહ્યા છે એ સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
બિલ રજૂ કરવા કહેવાયું છે- પુરવઠા અધિકારી
જિલ્લાના યુવા પુરવઠા અધિકારી સુરજકુમાર સુથારે જણાવ્યું કે, તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી થઈ રહી છે, પાલીતાણાના કિસ્સામાં ઈરફાન માંડવિયાએ અનાજના બિલ તેની બીજી ઓફિસમાં પડ્યા હોવાનું જણાવ્યું હતું પરંતુ હજુ બિલ રહું કર્યા નથી. આ પ્રકરણ કલેકટર સમક્ષ રજૂ કરી આગળની કાર્યવાહી કરાશે. બિલ રજૂ કરાશે ત્યારે ક્રોસ વેરિફિકેશન કરીશું.