ભાવનગર તાલુકાના ભડી ભંડારિયામાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં મંગળવારે મોડી રાત્રે શોટ સર્કિટ થતા બેન્કમાંથી ધુમાડા નીકળતા નજરે પડ્યા હતા. આથી તુરંત ફરજ પરના ચોકીદારે બેંક મેનેજરને જાણ કરતા મેનેજરે રાત્રે દોડી આવી બેંક ખોલી તપાસ કરતા શોટસર્કિટનો બનાવ હોવાનું જણાયેલ. આ બનાવમાં એક પંખો બળી ગયો હતો તે ખુરશી પર પડતા ધુમાડા ફેલાયેલ અને બેંકનું મકાન અંદરથી ધુમાડાના કારણે કાળું થઈ ગયું હતું પરંતુ સતર્કતા દાખવતા અને બેંક મેનેજર સમયસર દોડી આવતા આગની મોટી ઘટના નિવારી શકાઈ હતી.જો રાત્રે બેંક ખોલી પગલાં ભરાયા ન હોત તો સવાર સુધીમાં બેંકનું ફર્નિચર,સાધનો વિગેરે ભડથું થઈ ગયું હોત. વધુમા બેંકનું કામકાજ રાબેતા મુજબ શરૂ હોવાનું બેંક મેનેજરે જણાવ્યું હતું.