EDને બુધવારે ફરીથી શિક્ષક ભરતી કૌભાંડમાં કોલકાતામાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDને આ ફ્લેટમાં પ્રવેશવા માટે દરવાજો તોડવો પડ્યો આ દરમિયાન EDને 29 કરોડ રૂપિયા રોકડા અને 5 કિલો સોનું મળ્યું હતું. આટલી મોટી રકમની ગણતરી કરવામાં EDના અધિકારીઓને 10 કલાકનો સમય લાગ્યો, આ માટે ત્રણ નોટ કાઉન્ટીંગ મશીન પણ મંગાવવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે અર્પિતાએ આ પૈસા ફ્લેટના ટોયલેટમાં છુપાવ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે ફરીથી શિક્ષક ભરતી કૌભાંડમાં કોલકાતાની આસપાસના ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDને અર્પિતા મુખર્જીના બેલઘરિયા સ્થિત અન્ય ફ્લેટમાંથી લગભગ રૂ.29 કરોડ અને 5 કિલો સોનું મળ્યું હતું. આ પૈસાની ગણતરી કરવામાં EDની ટીમને લગભગ 10 કલાકનો સમય લાગ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે અર્પિતાએ આ પૈસા ફ્લેટના ટોયલેટમાં છુપાવ્યા હતા.