ગઢકા ગામે અમુલ ડેરીના પનીરના તથા મિલ્ક પાઉડર પ્લાન્ટને મંજુરી આપવાના રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારી રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, , સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા,રાજકોટ ડેરી ચેરમેનશ્રી ગોરધનભાઈ ધામેલિયા સહિતના જિલ્લા ભાજપના પદાધિકારીઓ અભિનંદન પાઠવ્યા હતા
ગઢકા આસપાસ ના ગામો ને રોજગારી ની તકો મળશે : આત્મ નિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાની દિશામાં વધુ એક પગલું : મોહનભાઈ કુંડારિયા,અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા
અમુલ ડેરીના આગમનથી સમસ્ત વિસ્તારની કાયાપલટ થઇ જશે : યુનિટ સ્થાપન થવાથી આસપાસના 100 જેટલા ગામોને રોજગારીની તકો પ્રાપ્ત થશે : ભુપતભાઈ બોદર
અમુલ ડેરીનાં પનીર તથા મિલ્ક પાઉડરનાં પ્લાન્ટ ને રાજકોટ જિલ્લાના ગઢકા ગામ ખાતે મંજૂરી આપવાના રાજ્ય સરકારના આ નિર્ણયને રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપતભાઇ બોદર, રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા તથા રાજકોટ ડેરી ચેરમેનશ્રી ગોરધનભાઈ ધામેલિયા સહિતના જિલ્લા ભાજપના પદાધિકારીઓએ રાજ્ય સરકારના આ નિર્ણયને સહર્ષ આવકારી રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે.