પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે વિજ્ઞાન ભવનમાં પ્રથમ અખિલ ભારતીય જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની બેઠકના ઉદ્ધાટનમાં સામેલ થયા હતા. પીએમ મોદીએ કાનૂની સેવા સત્તામંડળની બેઠકમાં સંબોધન કર્યું, દેશ માટે હાલનો સમય અમૃતકાળ ગણાવ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે વિજ્ઞાન ભવનમાં પ્રથમ અખિલ ભારતીય જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની બેઠકના ઉદ્ધાટન સત્રમાં સામેલ થયા હતા. તેમણે ઉદ્ધાટન સત્રને સંબોધન પણ કર્યું હતું. તેમણે અહીં કહ્યું હતું કે, આ સમય આપણી આઝાદીનો અમૃતકાળ છે. આ સમય એ સંકલ્પોનો સમય છે, જે આગામી 25 વર્ષમાં દેશને નવી ઊંચાઈ પર લઈ જશે. દેશની આ અમૃતયાત્રામાં Ease of Doing Business અને Ease of Living ની માફક જ Ease of Justice પણ એટલું જ જરૂરી છે.
પીએમ મોદીએ કહ્યું કે, કોઈ પણ સમાજ માટે જ્યૂડિશિયલ સિસ્ટમ સુધી એક્સેસ જેટલુ જરૂરી છે, તેટલુ જ જરૂરી જસ્ટિસ ડિલિવરી પણ છે. તેમાં એક મહત્વનું યોગદાન judicial infrastructureનો પણ છે. છેલ્લા આઠ વર્ષમાં દેશમાં judicial infrastructureને મજબૂત કરવા માટે તેજ ગતિથી કામ થયું છે. મોદીએ કહ્યું કે, ઈ કોર્ટ મશિન અંતર્ગત દેશમાં વર્ચુઅલ કોર્ટ શરૂ થઈ રહી છે. ટ્રાફિક નિયમ ઉલ્લંઘન જેવા કેસ માટે 24 કલાક ચાલનારી કોર્ટે કામ શરૂ કરી દીધું છે. લોકોની સુવિધા માટે કોર્ટમાં વીડિયો કોન્ફ્રેંસિંગ ઈંફ્રાસ્ટ્રક્ચરનો પણ વિસ્તાર થઈ રહ્યો છે.
PM મોદીએ કહ્યું કે, ઈ કોર્ટ મશિન અંતર્ગત દેશમાં વર્ચુઅલ કોર્ટ શરૂ થઈ રહી છે. ટ્રાફિક નિયમ ઉલ્લંઘન જેવા કેસ માટે 24 કલાક ચાલનારી કોર્ટે કામ શરૂ કરી દીધું છે. લોકોની સુવિધા માટે કોર્ટમાં વીડિયો કોન્ફ્રેંસિંગ ઈંફ્રાસ્ટ્રક્ચરનો પણ વિસ્તાર થઈ રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, ન્યાયનો આ વિશ્વાસ દરેક દેશવાસીઓને એ અહેસાસ કરાવે છે કે, દેશની વ્યવસ્થાઓ તેના અધિકારોની રક્ષા કરી રહ્યો છે. આ વિચાર સાથે દેશને રાષ્ટ્રીય કાનૂની સેવા અથોરિટીની સ્થાપના પણ કરી. જેથી નબળા અને ગરીબ વ્યક્તિને પણ ન્યાયનો અધિકાર મળી શકે.