મહારાષ્ટ્રના રાજ્યપાલનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ છે જેમાં તેઓ કહ્યું મુંબઈમાંથી ગુજરાતી-રાજસ્થાની નીકળી જાય તો તેની પૈસા નહીં બચે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ એક કાર્યક્રમને સંબોધિત કરતા કહી રહ્યા છે કે, મુંબઈમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને જશે તો મુંબઈ પાસે પૈસા પણ બચશે નહીં. બાદમાં મુંબઈને આર્થિક રાજધાની તરીકે નહીં ઓળખાવી શકાય
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ કોશ્યરી મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં એક સ્થાનિક ચોકનું નામ શાંતિદેવી ચંપાલાલજી કોઠારીના નામ પર રાખવાના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રાજ્યપાલે મહારાષ્ટ્ર અને મુંબઈની અર્થવ્યવસ્થામાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓના યોગદાનની પ્રશંસા કરી હતી.આ દરમિયાન કોશ્યારીએ કહ્યું કે જો મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈ અને થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં. રાજ્યપાલે કહ્યું કે જો આવું થયું તો મુંબઈ દેશની આર્થિક રાજધાની બની શકશે નહીં.
મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીના આ નિવેદનને મહારાષ્ટ્રના અપમાન સાથે જોડવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ કોશ્યારીના નિવેદનના વાયરલ થયા બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને વિરોધ કર્યો હતો. તેણે લખ્યું, મહારાષ્ટ્રમાં BJP પ્રાયોજિત મુખ્યમંત્રી મરાઠી માણસ અને શિવ રાયનું અપમાન કરવા લાગ્યા.જો આ વાત સાંભળીને પણ સ્વાભિમાન પર નીકળેલું જૂથ ચૂપ રહેશે તો શિવસેનાનું નામ ન લેશો. CM શિંદેએ ઓછામાં ઓછું રાજ્યપાલની નિંદા કરવી જોઈએ. આ મરાઠી શ્રમજીવી લોકોનું અપમાન છે.