ગુજરાતમાં એક સમયે ગીર જંગલમાં રહેતા સિંહો હવે અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા પંથકના કોસ્ટલ બેલ્ટ ઉદ્યોગ ઝોન વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. અહીં પીપાવાવ નજીક આવેલા રામપરા ગામમાં સિંહો આંટાફેરા કરી રહ્યા છે. તો બીજી તરફ અહીં પાનની દુકાનના પટાંગણમાં સિંહો રીતસર આંટાફેરા કરતા જોવા મળે છે. શનિવારે રાત્રે એક કોલરબેલ્ટ વાળો અને અન્ય 2 સિંહ રીતસર આંટાફેરા કરતા જોવા મળ્યા. જાણે આ ત્રણ સિંહ ગામમાં પેટ્રોલિંગ કરતા હોય તેવા દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા હતા. જો કે અહીંના સ્થાનિકોના કહેવા પ્રમાણે આવી ઘટના અહીં રોજ બનતી હોય છે. સ્થાનિકો માને છે કે સિંહોને અહીનું વાતાવરણ હવે અનુકૂળ આવી રહ્યું છે. જેના કારણે આ રીતે ફરી રહ્યા છે.