રુસા 2.0 હેઠળ રૂ 20 કરોડની ગ્રાન્ટ (ભાવનગર યુનિ.ને નવા બાંધકામ,રીપેરીંગ,રીનોવેશન અને સાધનો ખરીદવા માટે) ફાળવવા મંત્રી જીતુભાઇ વાઘાણીએ કરેલ સૂચન અન્વયે ભાવનગર યુનિ.ની દરખાસ્ત અને પ્રપોઝલના શિક્ષણ વિભાગ ખાતેના પ્રેઝન્ટેશન બાદ શિક્ષણ વિભાગે તબક્કાવાર ગ્રાન્ટ પૈકી હાલ રૂ.10 કરોડની ગ્રાન્ટ ફાળવી આપી છે.
આવતી કાલે સોમવારે આ ગ્રાન્ટ જમા થઈ જશે, વધુમાં આ ગ્રાન્ટના 75% વપરાશ થયેથી વધુ રૂ.5 કરોડ ના 2 તબક્કામાં ગ્રાન્ટ ફળવાશે. આમ કુલ રૂ.20 કરોડની ગ્રાન્ટ યુનિ.ને મળશે.