વિપક્ષના હોબાળાને લઈને બે અઠવાડીયાથી સંસદની કાર્યવાહી ટલે ચડી રહી છે, ત્યારે હવે આજના દિવસે સંસદમાં મોંઘવારી પર ચર્ચા શક્ય છે. આજે મોંઘવારી પર લોકસભામાં ચર્ચા થશે, જ્યારે મંગળવારે રાજ્યસભામાં તેના પર ચર્ચા થશે. લોકસભામાં ચર્ચા નિયમ ૧૯૩ અંતર્ગત સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. આ મુદ્દા પર નોટિસ શિવસેના સાંસદ વિનાયક રાઉત અને કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં આપી હતી.
તો વળી રાજ્યસભામાં બીજા દિવસે નિયમ ૧૭૬ અંતર્ગત તેના પર ચર્ચા થશે. રાજ્યસભામાં દ્ગઝ્રઁ સાંસદ ફૌઝિયા ખાને ચર્ચાની નોટિસ આપી હતી. બંને સદનમાં જવાબ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આપવાની સંભાવના છે. ચોમાસુ સત્રના પ્રથમ દિવસથી વિપક્ષ મોંઘવારી પર ચર્ચા કરવાને લઈને મક્કમ છે.