આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ત્યારે આજના આ પવિત્ર દિવસે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તો ઉમટી પડ્યા છે. મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે. ત્યારે આજના આ પવિત્ર દિવસે ગુજરાતની નંબર ૧ ન્યૂઝ ચેનલ ઝી ૨૪ કલાકે પર ઘરે બેઠાં તમને ૧૨ જ્યોતિર્લિંગના દર્શન કરાવશે. આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસનો પર્વ હોય અને તેમાં પણ સોમવારનો દિવસ હોય તો અનેરું મહત્વ હોય છે. આજના દિવસે વ્રત કરવાની મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનાનો સોમવાર ભગવાન શિવને અતિપ્રિય હોય છે. ત્યારે સોમનાથમાં ભક્તિમય માહોલ બની ગયો છે.
ગુજરાતભરના શિવાલયોમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, ત્યારે દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યુ છે. વહેલી સવારથી જ ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી છે. બમ બમ ભોલે, હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ આખા સોમનાથ પરિસરમાં ગુંજી ઉઠ્યા છે.