આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વિડિયો ના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલસૌરાષ્ટ્રમાં એક જાહેરસભાને સંબોધશે અને આવનારી ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરશે.
આજે બપોરે પોરબંદર એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું આગમન થશે. ત્યાંથી અરવિંદ કેજરીવાલ વેરાવળ ખાતે જવા રવાના થશે. વેરાવળમાં બપોરે દ્ભઝ્રઝ્ર ગ્રાઉન્ડ (રેલવે કોલોની) ખાતે એક જાહેરસભાને સંબોધન કરશે અને આવનારી ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરશે. આ સભા બાદ અરવિંદ કેજરીવાલ રાજકોટ જવા રવાના થશે. સાંજે ૬ઃ૩૦ વાગે રાજકોટ એરપોર્ટ પર તેમનું આગમન થશે. રાજકોટમાં સંજય રાજગુરુ કોલેજના ગ્રાઉન્ડમાં એક ભવ્ય મંદિરની પ્રતિષ્ઠાની મહાઆરતીમાં અરવિંદ કેજરીવાલજી સામેલ થશે અને મંદિરમાં પૂજા કરશે.