સમગ્ર સૌરાષ્ટ્ર – ગુજરાતમાં ભારે ચકચારી બનેલ અને ૪૫ થી વધુ મોત માટે નિમિત બનેલા લઠ્ઠાકાંડમાં જે સ્થળેથી કેમીકલ સપ્લાય કરવામાં આવેલ તેવી ગ્રામ્ય વિસ્તારની ઍમોસ કંપનીના સંચાલક સમીર પટેલને પોલીસ દ્વારા સમન્સ પાઠવી બરવાડા ખાતે તપાસ સમિતિ સમક્ષ હાજર થવા જણાવ્યાનું સૂત્રો જણાવે છે.
અત્રે ઍ યાદ રહે કે લઠ્ઠાકાંડ માટે જે મિથોનીલ પદાર્થ ઝેરી દારૂ માટે સપ્લાય થયો હતો તે ઍમોસ કંપનીનો હતો. પોલીસે આ કંપનીના સુપર વાઈઝર જયેશ ઉર્ફે રાજુ દ્વારા ચોરી કરી સપ્લાય કર્યાનું જણાવેલ. દરમિયાન આ તપાસનું સુપરવિઝન સ્ટેટ બોર્ડિંગ સેલના નીર્લીપ્ત રાયને સુપ્રત કરવાના પગલે તપાસમાં ગતિ આવી છે અને ઍમોસ કંપનીના સંચાલક સામે સમન્સ ઈશ્યુ થયાનું ચર્ચાઈ રહ્ના છે.