જામનગર શહેરમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, અને તેમાં આજે ખાસ કરીને શ્રાવણ માસનો સોમવાર છે, ત્યારે લમ્પિ વાયરસના કારણે મૃત્યુ પામેલી ગાયો ની અંતિમ વિધિ માટે મૃત્યુનો મલાજો જળવાતો ન હોવાનું સામે આવતાં ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સ્થળની મુલાકાત લેવાતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.
જામનગર શહેરમાં લમ્પિ વાયરસના કારણે સંખ્યાબંધ ગૌવંશના મૃત્યુને લઈને હાહાકાર મચી ગયો છે. ત્યારે ગાયોની અંતિમવિધિની પ્રક્રિયામાં મૃત્યુનો મલાજો જળવાતો નથી, અને તેમાંય ખાસ કરીને આજે સોમવારે ૮૦ થી વધુ ગાયોના મૃતદેહો જેમને તેમ હાલતમાં પડ્યા હોવાથી ભારે અરેરાટી ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આજે જાતે તપાસ કરતા કુતરાઓ મૃતદેહને ચુંથી રહ્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું, જેથી તેમનણે આક્રોશ વ્યક્ત કર્યો છે, અને મહાનગરપાલિકાના તંત્ર વાહકો, તેમજ સત્તાધીશ ભાજપના સભ્યોની જાટકણી કાઢી છે.