ભાવનગર જિલ્લામાં પશુઓના રોગચાળા લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે છતાં હજુ સુધી સરકારી રસીકરણનો શહેરમાં પ્રારંભ નથી થઈ શક્યો. હાલાકી સર્વોતમ ડેરી દ્વારા તેની સાથે જાેડાયેલા પશુપાલકોના પશુને રસીકરણની જવાબદારી ઉપાડી લીધી છે જયારે બાકીના પશુઓ હજુ રસિકરણથી વંચિત હોવાનું સામે આવ્યું છે. ભાવનગર શહેરમાં પશુઓ ટોળાંભેર રખડી રહ્યા છે, હાલના સમયમાં પશુઓ ટોળાભેર રખડે તે જાેખમી છે તેમ છતાં તેનું રસીકરણ પણ થઈ શક્યું નથી ત્યારે ગંભીરતા વધી જાય છે. હાલ સર્વોત્તમ ડેરી દ્વારા રસીકરણ થઈ રહું છે જયારે સંભવતઃ કાલે બુધવારથી સરકારી તંત્ર દ્વારા રસીકરણ હાથ ધરાશે. ભાવનગરે મહાપાલિકાના વેટરનરી તબીબ ડો. હિરપરાએ જણાવ્યું કે, રસીની અછત હોવાથી શહેરમાં તંત્ર દ્વારા રસીકરણ શક્ય બન્યું નથી પરંતુ ૧૦ હજાર ડોઝ મંગાવ્યા છે જેનો ૫૦ હજાર ખર્ચ કોર્પોરેશન ભોગવશે જ્યારે રસીકરણ જિલ્લા પંચાયતના સ્ટાફ દ્વારા હાથ ધરાશે.