ઘોઘાના તણસા ગામના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા ૫ શખ્સને ઘોઘા પોલીસે ઝડપી લીધા હતા ,જયારે છ શખ્સ અંધારાનો લાભ લઈને ફરાર થઇ ગયા હતા.
ઘોઘા પોલીસ કાફલો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તણસા પહોંચતા બાતમી મળી હતી કે,તણસાના ભારોલી રોડ,ડુંગર વિસ્તારમાં અમુક ઈસમો જુગાર રમે છે.આ બાતમીના આધારે ઘોઘા પોલીસે ડુંગર વિસ્તારમાં દરોડો પાડતા ભાવનગર,તળાજા અને તણસાના ૧૧ ઈસમો બેટરીના અજવાળે જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસે જુગાર રમી રહેલા સુરજ સુરેન્દ્રભાઇ ચૌધરી,ઝુબેર મઝહરભાઈ શેખ,યાસીન હનીફભાઇ દસાડિયા,અક્ષય રાજુભાઈ વાઘેલા અને હિતેશ તીખાભાઇ દોરીલાને ઝડપી લીધા હતા.જયારે દુર્ગેશ સુરેશભાઈ મકવાણા,ગજુભા ગોહિલ, બ્રિજરાજસિંહ ગોહિલ, શક્તિ પરમાર, આસિફ મહંમદભાઇ પઠાણ અને મનસુખ પ્રજાપતિ અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયા હતા.
ઘોઘા પોલીસે રોકડ રકમ, બેટરી મળી કુલ રૂ.૧૫,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારાની કલામ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.