યુએસ સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે બંને દેશો વચ્ચે સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. યુએસ સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા દરેક મોર્ચે તાઈવાનની સાથે છે. અમેરિકાએ તાઈવાન સાથે કરેલા વચનો નિભાવશે.
અમેરિકી પ્રતિનિધિસભાના સ્પિકર નેન્સી પેલોસીએ બુધવારે કહ્યું કે, તેમનું પ્રતિનિધિમંડળ આ વિસ્તારની શાંતિ માટે તાઈવાન આવ્યા છે. પેલોસીની આ યાત્રાથી ચીન ભડકેલુ છે અને ત્યાર બાદ રાજદ્વારી હલચલ પણ જોવા મળી રહી છે. ચીનની સતત ધમકીઓ છતાં પણ પેલોસી મંગળવારે મોડી રાતે તાઈવાનમાં ઉતર્યા હતા. તાઈવાનને પોતાનું ક્ષેત્ર માનનારા ચીને કહ્યું હતું કે, જો પેલોસી તાઈવાનની યાત્રા કરશે તો, તેને ચીન ઉશ્કેરણી તરીકે જોશે. ચીન તાઈવાનને પોતાનું ક્ષેત્ર માનતું આવ્યું છે અને કહે છે કે, તે ચીનમાં ભેળવી દેશે.
યુએસ સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા દરેક મોર્ચે તાઈવાનની સાથે છે. અમેરિકાએ તાઈવાન સાથે કરેલા વચનો નિભાવશે.
તાઈવાનના રાષ્ટ્રપતિએ સાઈ ઈંગ વેનને કહ્યું કે, હું અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીનુ ંહાર્દિક સ્વાગત કરુ છું. ઉપરાષ્ટ્રપતિ અને મને સ્પિકર દ્વારા અમેરિકા-તાઈવાન સંબંધોને લઈને કોલ આવતા રહે છએ. અમારી આ મુલાકાત માટે હું ખુશ છું. તેમણે કહ્યું કે, અમેરિકી સ્પિકર પેલોસી વાસ્તવમાં તાઈવાનના સૌથી સમર્પિત મિત્રોમાના એક છે. તાઈવાન માટે અમેરિકી કોંગ્રેસના કટ્ટર સમર્થનને પ્રદર્શિત કરવા માટે તાઈવાનની આ યાત્રા કરવા માટે અમે આપના આભારી છીએ.
ડ્રેગનના 21 લડાકૂ વિમાન તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં ઘુસ્યા
અમેરિકી કોંગ્રેસના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાન પહોંચતાની સાથે જ લગભગ 21 ચીની મિલિટ્રી પ્લેને તાઈવનના એર ડિફેન્સ ઝોનમાં ઘૂસણખોરી કરી છે. અમેરિકી નેતાના તાઈવાન પહોંચ્યા બાદ આ ચીનના પ્રથમ મોટી હરકત છે. ચીનના તાઈવાનમાં તેના પહોંચ્યા બાદ પહેલા પણ કેટલીય ધમકીઓ આપી હતી કે, તે પેલોસીના વિમાનને લેન્ડ થવા દેશે નહીં.
તાઈવાનના રક્ષામંત્રાલયે ટ્વિટર દ્વારા કહ્યું કે, 21 પીએલએ એરક્રાફ્ટ 2 ઓગસ્ટ 2022ના રોજ તાઈવાનના દક્ષિણ પશ્વિમ એર ડિફેન્સ આઈડેંટિફિકેશન ઝોનમાં ઘૂસ્યા છે. તો વળી ચીની મીડિયા રિપોર્ટ અનુસાર, નેન્સી પેલોસી તાઈવાન પહોંચ્યા બાદ તેમના રક્ષામંત્રાલય હાઈ એલર્ટ પર છે. એટલુ જ નહીં તે આ દરમિયાન તાઈવાન વિરુદ્ધ ટારગેટેડ મિલિટ્રી એક્શન લેશે.