ઉપરાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણી માટે બસપાએ પોતાના પત્તા ખોલી દીધા છે. બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીએ એલાન કર્યું છે કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએ ઉમેદવાર જગદીપ ઘનખડને બસપા સમર્થન કરશે. માયાવતીએ ટ્વિટ કરીને ખુદ તેના વિશે જાણકારી આપી છે. આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં માયાવતીની બસપાના એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપ્યું હતું.
માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું કે, સર્વવિદિત છે કે, દેશના સર્વૌચ્ચ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીમાં સત્તા તથા વિપક્ષની વચ્ચે સામાન્ય સહમતી ન બનવાના કારણે જ ચૂંટણી થઈ. ઠીક એવી જ સ્થિતિ બનવાના કારણે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પણ 6 ઓગસ્ટના રોજ ચૂંટણી થવા જઈ રહી છે. બીએસપીએ આવા સમયે ઉપરાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણીમાં વ્યાપક જાહેરહીત અને પોતાની મૂવમેન્ટને પણ ધ્યાનમાં રાખીને જગદીપ ઘનખડને પોતાનું સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે, જેની આજે ઔપચારિક જાહેરાત થઈ ગઈ હતી.