અમદાવાદના ટેક્સટાઇલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલ ચિરીપાલ ગ્રુપ પર IT વિભાગનો દરોડો હજુ સુધી યથાવત છે. ત્યારે IT વિભાગના દરોડામાં ચિરીપાલ ગ્રુપના કુલ 1 હજાર કરોડના બિનહિસાબી વહેવારો ઝડપાયા છે. દરોડામાં 24 કરોડની બિનહિસાબી રોકડ મળી આવી અને દરોડામાં કુલ 20 કરોડના દાગીના મળી આવ્યા. મહત્વનું છે કે, ચિરિપાલ ગ્રુપ ટેક્સટાઈલ અને કેમિકલ સેક્ટરમાં સક્રિય છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ IT વિભાગે રૂપિયા 10 કરોડની જ્વેલરી અને 1.50 લાખ ડૉલર ઝડપ્યા છે. દરોડામાં અત્યાર સુધી ઇન્કમટેક્સ વિભાગને રૂપિયા 25 કરોડ રોકડા હાથ લાગ્યા છે. એ સિવાય IT વિભાગને 25 લોકર અને જમીનમાં રોકાણના દસ્તાવેજ પણ હાથ લાગ્યા હતા. અગાઉ પણ ચિરીપાલ ગ્રુપને સંલગ્ન કુલ 35થી 40 જગ્યાએ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં શિવરંજની ચાર રસ્તા પર આવેલી કોર્પોરેટ ઓફિસ, બોપલ રોડ પર ચીરિપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર ઘણા અધિકારીઓએ રેડ પાડી હતી. જેમાં IT (ઇન્કટેક્સ) વિભાગને કરોડોમાં બેનામી વ્યવહારો હાથ લાગ્યા હતા.