આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લાના અલ્ચુતાપુરમમાં એક કંપનીમાં શંકાસ્પદ ગેસ લીકની સૂચના મળી છે. ઘણી મહિલાઓ બિમાર થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અનાકાપલ્લી પોલીસ અનુસાર, અલ્ચુતાપુરમમાં સ્થિત એક કંપનીમાં ગેસ લીકની સૂચના બાદ 50 લોકો બીમાર થયા છે. એસપી અનાકાપલ્લેએ કહ્યુ કે કથિત રીતે બ્રેન્ડિક્સના પરિસરમાં ગેસ લીક થયો છે. 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિસરમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.
પોલીસ એપીપીસીબીના અધિકારીઓ આવે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે તેની રાહ જોઈ રહી છે. કોઈને પરિસરની અંદર જવાની મંજૂરી નથી. આ ઘટનાને લઈને આંધ્ર પ્રદેશના ઉદ્યોગ મંત્રી ગુડીવાડા અમરનાથે અધિકારીઓ સાથે વાત કરી છે. તેમણે અધિકારીઓને પીડિતોને સારી સારવાર ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે.