કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ગુજરાતી એ ડંકા વગાડ્યો છે. ગુજરાતના હરમિત દેસાઈએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. હરમિતે દેસાઇએ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલઅપાવ્યો છે. હરમિત દેસાઇએ સિંગાપુરના ખેલાડીને 3-1થી હરાવી ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો છે. અત્યાર સુધી CWG 2022 માં ભારતના ખાતામાં 5 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ આવી ગયા છે. સુરતના હરમિત દેસાઈએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
કોમનવેલ્થ ગેમ્સ 2022 બર્મિંગહામમાં યોજાઈ રહી છે. તેના પાંચમા દિવસે ભારતે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે ફાઈનલ મેચમાં સિંગાપોરને 3-1થી હરાવ્યું હતું. ભારત માટે ડબલ્સમાં સાથિયાન જ્ઞાનસેકરન અને હરમીત દેસાઈએ યોંગ ઇઝાક ક્વેક અને યુ એન કોએન પેંગને હરાવી મજબૂત પ્રદર્શન કર્યું હતું. મેન્સ સિંગલ્સની મેચમાં હરમીત દેસાઈએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.