Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ખાડી યુદ્ધના પગલે વૈશ્વિક રાજનીતિ અને લશ્કરી વ્યૂહરચનાના સમીકરણો બદલાયા

ઇરાનની મિસાઈલ બનાવવાની અને તેને દાગવાની ક્ષમતાને મૂળમાંથી ખતમ કરવા ભયંકર હુમલા છતાં તેલ અને ઊર્જા સંસાધનો ઉપર હુમલો ન કરવા ઈઝરાયેલને અમેરિકાની સલાહ

dharmendravaghela by dharmendravaghela
2026-03-11 11:36:18
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં હવે વૈશ્વિક રાજનીતિ અને લશ્કરી વ્યૂહરચનાના નવા સમીકરણો રચાઈ રહ્યા છે. અમેરિકાએ એકતરફ રશિયાને આડકતરી ધમકી આપી છે, તો બીજી તરફ ઈરાન પર ‘બંકર-બસ્ટર’ બોમ્બથી પાતાળ સુધી તબાહી મચાવી છે.કિમ જોંગ ઉનના નેતૃત્વ હેઠળના ઉત્તર કોરિયાએ પણ હવે ઈરાન વિશે મોટું નિવેદન આપ્યું છે. ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના અમેરિકા-ઈઝરાયલના હુમલામાં મોત બાદ ઈરાને નવા સુપ્રીમ લીડર તરીકે તેમના દીકરા મોજતબા ખામેનેઈની પસંદગી કરી છે. ત્યારે આ મામલે ઉત્તર કોરિયાનું કહેવું છે કે ઈરાનને તેમના નવા સુપ્રીમ લીડરની પસંદગી કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને આ તેમની પસંદગીની વાત છે. આ સાથે ઉ.કોરિયાએ ઈરાન વિરુદ્ધ થઈ રહેલા અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓને પણ વખોડ્યા હતા. અમેરિકાના યુદ્ધ સચિવ પીટ હેગસેથે રશિયાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, તે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં દખલ ન કરે. પેન્ટાગોનમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, જોકે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની વાતચીત ‘સકારાત્મક’ રહી છે અને યુક્રેન મુદ્દે શાંતિની ચર્ચા થઈ છે, પરંતુ રશિયાએ મિડલ ઈસ્ટના જંગથી દૂર રહેવું જ હિતાવહ રહેશે.અમેરિકાએ હવે ઈરાનના એવા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે જે જમીનની નીચે સેંકડો ફૂટ ઉંડે બંકરોમાં છુપાયેલા છે. અમેરિકાએ 2000 પાઉન્ડ વજનના ડઝનબંધ જીપીએસ-નિયંત્રિત ‘બંકર-બસ્ટર’ બોમ્બ ઈરાન પર ફેંક્યા છે. આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની મિસાઈલ બનાવવાની અને તેને દાગવાની ક્ષમતાને મૂળમાંથી ખતમ કરવાનો છે.યુદ્ધના 10 દિવસ બાદ પહેલીવાર ટ્રમ્પ પ્રશાસને ઇઝરાયલને ઈરાનના તેલ અને ઊર્જા સંસાધનો પર વધુ હુમલા ન કરવા વિનંતી કરી છે. અમેરિકા આ હુમલાને ‘ડૂમ્સડે ઓપ્શન’ (કયામતનો વિકલ્પ) માની રહ્યું છે. ટ્રમ્પને ડર છે કે જો ઈરાનનો એનર્જી સેક્ટર પૂરેપૂરો નષ્ટ થશે, તો ઈરાન વળતા પ્રહારમાં ખાડી દેશોના તેલ મથકો પર હુમલો કરી શકે છે, જેનાથી આખી દુનિયામાં તેલના ભાવ આસમાને પહોંચી જશે.

તહેરાનમાં ઝેરી હવાનું સામ્રાજ્ય અને એસિડ વરસાદનો ખતરો

ઇઝરાયલના હુમલા બાદ તેહરાનના આકાશમાં એટલો ધુમાડો છવાઈ ગયો છે કે ત્યાં ‘એસિડ રેન’ (તેજાબી વરસાદ) થવાની ખબરો છે. હવા એટલી ઝેરી બની ગઈ છે કે 168 જેટલા બાળકોના મોતના અહેવાલ છે (મીનાબ શહેરની ઘટના). અમેરિકાએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને નાગરિકોની સુરક્ષા માટે ઇઝરાયલને સંયમ રાખવા કહ્યું છે.

Tags: IranisraelUSAwar
Previous Post

Mastering the Raydium Experience for Crypto Trading

Next Post

પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિબ્યુનલની રચના કરાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિબ્યુનલની રચના કરાઈ

અમેરિકામાં બનનારી ઓઈલ રિફાઇનરીમાં રિલાયન્સે કર્યું મોટું રોકાણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.