5G સ્પેક્ટ્રમની હરાજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ દ્વારા સરકારે 1.5 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ એકત્ર કરી છે. હરાજી 26 જુલાઈથી શરૂ થઈ હતી. મુકેશ અંબાણીની રિલાયન્સ, ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયાની સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની કંપનીએ પણ બોલી લગાવી હતી. અદાણીએ 5G સ્પેક્ટ્રમ માટે 212 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
અદાણી ગ્રૂપની અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડ (ADNL) એ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં 20 વર્ષ માટે 26 GHz મિલિમીટર વેવ બેન્ડમાં 212 કરોડ રૂપિયામાં સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. આના દ્વારા તે પોતાના બિઝનેસ અને ડેટા સેન્ટરને મજબૂત કરવા માટે કામ કરશે. આ સિવાય તેની સુપર એપ માટે પણ તેનો ઉપયોગ કરવાની યોજના છે.