IELTSના ખોટા સર્ટી સાથે અમેરિકામાંથી વધુ 7 ગુજરાતી વિદ્યાર્થીઓ ઝડપાયા છે. આ વિદ્યાર્થીઓ કેનેડાથી ક્યુબેક રૂટથી ન્યુયોર્કમાં પ્રવેશી રહ્યાં હતા. તમામની પાસે 7થી 8 બૅન્ડના IELTS સર્ટી. હતા. મહેસાણા અને દિલ્હીના એજન્ટ મારફતે વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા, તમામને અમેરિકાની કોર્ટમાં હાજર કરાશે. તેઓ કેનેડાના સ્ટુડન્ટ વિઝાથી કેનેડામાં પ્રવેશ્યા હતા. મહેસાણા અને દિલ્હી એજન્ટ મારફતે તેઓ કેનેડા ગયા હતા. હવે આ તમામ વિદ્યાર્થીઓને અમેરિકાની કોર્ટમાં હાજર કરાશે. આ તમામ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા નહોતી આવડતી.
તાજેતરમાં જ IELTSની પરીક્ષા આપી વધુમાં વધુ બેન્ડ મેળવી વિદેશ જવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં મહેસાણા જિલ્લાના માંકણજ, ધામણવા, સાંગણપુર અને રામનગર ગામના 4 યુવાનો કેનેડાથી અમેરિકામાં ઘૂસ મારતા ઝડપાયા હતા. IELTS બૅન્ડના કૌભાંડનો પર્દાફાશ થતા મહેસાણા SOGએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા SOGએ હાથ ધરેલી તપાસમાં કેનેડા મોકલનાર બે એજન્ટો અને બૅન્ડ મેળવી આપનાર એજન્ટની પૂછપરછ કરાતા IELTS બૅન્ડમાં મોટા માથાના નામ ખુલવાની સંભાવના છે.
આ ઘટનામાં ચારેય વિદ્યાર્થીઓએ નવસારીની હોટલ ફન સીટીમાં પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે હોટલના મેનેજરે જણાવ્યું હતું કે, અમદાવાદની પ્લેનેટ એજ્યુકેશન સંસ્થાનું હોટલ ફન સિટી સાથે વાર્ષિક ટાય-અપ છે તથા અહીં સમયાંતરે પરીક્ષાનું આયોજન થતું રહે છે.
પોલીસે સમગ્ર મામલે હોટલ મેનેજર સહિત IELTSના કર્મચારીઓના નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે. પરિવાર સમગ્ર મામલે અજાણ હોવાનું રટણ કરી રહ્યો છે.