ભાવનગર સહિત સમગ્ર ગુજરાત અને રાજ્ય બહાર માય મની સોલ્યુશન નામે કંપની ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના પ્રકરણમાં આરોપીઓ સામે સિકંજાે વધુ મજબુત બની ગયો છે. ભાવનગર હેડ ક્વાર્ટર ધરાવતા આ કૌભાંડમાં કરોડો રૂપિયા ચાઉ થયા છે અને અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ મરણ મુડી ગુમાવી રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ પ્રકરણમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી હતી. જેમાં ૯ સત્તાવાર મિલ્કત, ૨૧ બેંક ખાતા તથા ૨ વાહનો મળી કરોડો રૂપિયાની મિલ્કત ટાંચમાં લેવાઇ છે. આ પ્રકરણમાં ભોગગ્રસ્તોને ન્યાય મળી રહે તે હેતુથી ભાવનગરના નાયબ કલેક્ટર એચ.એમ. જણકાટને કોમ્પીટન્ટ ઓથોરીટી નિમાયા છે. જેઓ પાંચ ઓગષ્ટથી એક મહિના સુધી ભોગગ્રસ્તોને સાંભળી યોગ્ય કાર્યવાહી કરશે.
ગુજરાત રાજ્ય તથા ગુજરાત રાજ્ય બહારના રાજ્યોમાં આરોપીઓએ માય મની સોલ્યુશન નામની કંપની ઓફિસ નં. જી-૮ સુરભી મોલ, વાઘાવાડી રોડ, ભાવનગરમાં ભાગીદાર ઇન્દ્રજીતસિંહ (બંટીભાઇ) સુરપાલસિંહ ગોહિલ ગઇ તા.૧-૧-૨૦૨૧ના રોજ મરણ ગયા બાદ અન્ય ભાગીદારો અને વહીવટકર્તાએ અલગ અલગ લોભામણી જાહેરાતો આપી વીકલી, મંથલી સ્કીમોમાં નાણાનું રોકાણ કરાવી કુલ ૩,૮૦,૦૯,૮૮,૨૨૪ ચુકવવા માટે ડીસેમ્બર ૨૦૨૦ થી આજદિન સુધી નિષ્ફળ જઇ ફરિયાદી તથા સાહેદો સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી કરી તથા આ કંપનીના ભાદીદાર મરણ જનાર ઇન્દ્રજીતસિંહના પિતા સુરપાલસિંહ લઘુભા ગોહિલે ફરિયાદીને પૈસા નહીં આપવાનું જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ.
આ કામના આરોપીઓએ અલગ અલગ લોભામણી જાહેરાતો આપી વીકલી-મંથલી સ્કીમોમાં નાણાનું રોકાણ કરાવી, આ નાણામાંથી કુલ ૯ સ્થાવર મિલ્કત ખરીદી કરેલ હોય તથા ૨૧ બેંક ખાતાઓના રૂપિયા જમા કરેલ હોય અને ૨ વાહનોની ખરીદી કરેલ હોય જે તમામ મિલ્કત કબ્જે કરેલ છે અને ગુજરાત સરકારના ગૃહ વિભાગ, ગાંધીનગરના તા.૨૨-૧૦-૨૦૨૧ના હુકમથી આરોપીની મિલ્કત ટાંચમાં લેવામાં આવેલ છે. સદર કંપની દ્વારા અલગ અલગ લોભામણી જાહેરાતો આપી વીકલી, મંથલી સ્કીમોમાં રોકાણકારોના નાણાનું રોકાણ કરાવી તે નાણાંમાંથી વસાવેલ મિલ્કત જી પી.આઇ.ડી. એક્ટ ૨૦૦૩ની કલમ ૪ મુજબ ગૃહ ખાતાને ભલામણ કરવામાં આવેલ એ અનુસંધાને સરકારના હોમ ડીપાર્ટમેન્ટ ગાંધીનગર દ્વારા મિલ્કત ટાંચમાં લેવા માટે કોમ્પીટન્ટ ઓથોરીટી તરીકે જી.પી.આઇ.ડી. એક્ટ ૨૦૦૩ની કલમ ૭(૨) મુજબ સત્તાની રૂઇએ નાયબ કલેક્ટરએ માય મની સોલ્યુશન પેઢી-કંપની દ્વારા કોઇ છેતરપિંડી થયેલ હોય કે કંપનીની કોઇ સ્કીમમાં ભોગ બનેલ હોય તેવા ભોગગ્રસ્તોને દાવાઓ બાબતે જરૂરી આધાર પુરાવાઓ સાથે તા.૫-૮-૨૦૨૨ થી તા.૫-૯-૨૦૨૨ સુધીમાં અત્રેની કચેરી ખાતે જાહેર રજાના દિવસો સિવાય, કચેરી સમય દરમિયાન ઉપસ્થિત રહી દાવા (કલેઇમ) નોંધાવી શકશે તેમ જણાવ્યું છે.
ચકચારી પ્રકરણમાં કોણ કોણ છે આરોપી…
ચિરાગભાઇ વસંતરાય મહેતા (રે.બ્લોક નં.૨૩, સુમેરૂ ટાઉનશીપ, ઘોઘારોડ, ભાવનગર)
ચિરાગભાઇ ઉર્ફે આકાશ કનૈયાલાલ ત્રિવેદી (રે.ફ્લેટ નં.૪૦૩, લક્ષ્મી રેસીડન્સી દેસાઇનગર, એચડીએફસી બેંકની બાજુમાં, ચિત્રા, ભાવનગર)
જયદિપસિંહ ઉર્ફે ગુંજન પ્રદિપસિંહ ગોહીલ (રે.પ્લોટ નં.૨૨, શેરી નં.૬, વિજયરાજનગર, ભાવનગર)
ઉપેનભાઇ જાેષી (રે.અમદાવાદ)
સુરપાલસિંહ લઘુભા ગોહિલ (રે.વિજયરાજનગર, ભાવનગર)
માય મની સોલ્યુશન પેઢી-કંપની ઓફિસ નં.જી-૮, સુરભી મોલ, વાઘાવાડી રોડ, ભાવનગર
સ્વ.ઇન્દ્રજીતસિંહ ઉર્ફે બંટીભાઇ સુરપાલસિંહ ગોહિલ (રે.વિજયરાજનગર, ભાવનગર)