આગામી દિવસોમાં ખાસ કરીને હવે આવી રહેલા મેળામાં તમો આઈસ્ક્રીમની મજા લેવા જશો તો બેબી કપના ભાવ પણ ઉંચા રહી શકશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્ષ એન્ડ કસ્ટમ દ્વારા જાહેર કરાયા છે કે આઈસ્ક્રીમ પાર્લર પર 18% જીએસટી દર લાગશે. પાર્લર કે કોઈપણ સ્થળે આઈસ્ક્રીમ વેચાતો હોય તેના પર 18% જીએસટી વસુલાશે.
જો કે તેમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટની સુવિધા છે એટલે કે આઈસ્ક્રીમ ઉત્પાદનમાં જે દૂધ, ખાંડ વિ. તથા ડ્રાયફ્રુટ કે ચોકલેટ વિ.નો ઉપયોગ થયો હોય અને તે ‘ટોપીગ્સ’ તરીકે ના હોય તો તેની ખરીદીમાં જે જીએસટી ભરાયો હશે તે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ તરીકે રીફંડ કલેમ કરી શકાશે. ભૂતકાળમાં એક એવો પરિપત્ર જાહેર થયો હતો કે આઈસ્ક્રીમ પાર્લર પર 5% જીએસટી વસુલાશે પણ તેમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ મળશે નહી અને જેઓએ આ 5% જીએસટી ભર્યો હશે તેઓની પાસે કોઈ વધારાનો ટેક્ષ વસુલાશે નહી અને જેઓએ અગાઉ 18% જીએસટી ભર્યા હશે તેને પણ કોઈ ટેક્ષ રીફંડ મળશે નહી.
હવે આ પ્લેઈન 18% જીએસટી અને ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ એક જ નિયમ અમલી બન્યો છે. આ ઉપરાંત સરકાર કે લોકલ ઓથોરીટી દ્વારા અમલમાં મુકાયેલા કાનૂન, પેટાકાનૂન, નિયમ કે નિયમન વ્યવસ્થાનો ભંગ કરવા બદલ જે દંડ કે પેનલ્ટી વસુલાય તેના પર કોઈ જીએસટી વસુલાશે નહી. આ ઉપરાંત સોવિનિયર જે પુસ્તકના સ્વરૂપમાં પ્રસિદ્ધ કરવામાં આવે અને તેઓ જે જાહેરાત (પેઈડ) હોય તો તેના પર 5%ના દરે જીએસટી વસુલાશે. આ ઉપરાંત હોટેલ બુકીંગ કેન્સલેશન ચાર્જ, ટુર ટ્રાવેલ ઓપરેટરો દ્વારા વસુલાતો કેન્સલેશન ચાર્જ પણ જીએસટી પાત્ર છે અને આ સેવા આપતા સમયે જે દરે જીએસટી વસુલાયો હશે