ભાવનગર જિલ્લામાં ગઇકાલે બુધવારે વરસાદી માહોલ વચ્ચે સિહોર પંથકમાં લાંબા સમય બાદ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે પાલિતાણા અને જેસર પંથકમાં વરસાદના જાેરદાર ઝાપટા પડ્યા હતાં. ભાવનગર શહેરમાં સાંજના સમયે હળવું ઝાપટુ પડ્યું હતું. જ્યારે અન્ય તાલુકાઓમાં વરાપ નીકળ્યો હતો. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો ૪૭.૦૭ ટકા વરસાદ નોંધાયો છે.