dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
થાઇલેન્ડના ચોનબુરી વિસ્તારની એક નાઇટ ક્લબમાં આગ લાગવાથી 13 લોકોના મોત નિપજ્યાં છે અને 35 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યાં અનુસાર, સ્થાનીય સમયાનુસાર શુક્રવાર રાત્રિના રોજ આ ઘટના ઘટી હતી. જે સમયે આગ લાગી હતી તે સમયે નાઇટક્લબમાં ખૂબ ભારે સંખ્યામાં લોકો હાજર હતા. 13 લોકોમાંથી 9 પુરૂષો અને 4 મહિલાઓ સામેલ હતી. આ નાઇટ ક્લબ ભારતીય પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય હતી. પોલીસ કર્નલ સોમજાઇએ જણાવ્યું કે, સટ્ટાહિપ જિલ્લાના માઉન્ટેન બી નાઇટ ક્લબમાં લગભગ 1:00 વાગ્યે આગ લાગી હતી. મોટા ભાગના નાગરિક થાઇલેન્ડના જ છે, કેટલાંક વિદેશીઓને પણ નુકસાન થયું છે. હાલમાં આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે. ઘાયલોમાં કેટલાંકની હાલત ગંભીર છે. આ અંગે અધિકારીઓએ વધુમાં જાણકારી આપતા જણાવ્યું કે, પ્રમુખ ઓનલાઇન વિક્રેતા ‘ઓઝોન’ ના એક ગોદામમાં આગ લાગવાના કારણે 50 હજાર વર્ગ મીટરનો એરિયા પ્રભાવિત થયો છે.






