સિહોરમાં વરસાઈમાં મળેલી જમીન ઉપર કબજાે જમાવનાર ઈસમ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુનો નોંધાતા સિહોર પોલીસે તપાસ હાથ ધસરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ સિહોરના વતની અને અમદાવાદના નારણપુરા, વિજયનગરમાં રહેતા તુષારભાઈ કાંતિલાલ જાનીએ સિહોર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,સિહોરના ક્રિકેટ છાપરી મેદાન પાસે સીટી સર્વે નં.૮૮૫,પ્લોટ નં.૧૦૦ ની જમીન તેના કાકા રવિશંકર પ્રભાશંકર જાનીએ વારસાઈ તરીકે વિલ કરી આપેલ હતી.કાકાના અવસાન પછી કાકી રમાગૌરીબેન આ જગ્યામાં રહેતા હતા અને સિહોરના રામજીભાઈ કાળુભાઇ રાઠોડ તેમની દેખભાળ માટે સાથે રહેતા હતા.
ગત તા.૭/૯/૨૦૦૯ના રોજ રમાગૌરીબેનનું અવસાન થયા બાદ આજ સુધી રામજીભાઈએ આ જગ્યાનો બિનઅધિકૃતરીતે કબજાે રાખેલ હોય તેમને જગ્યા ખાલી કરવાનું કહેતા ગાળો આપી તગેડી મુક્યા હતા.
આ અંગે કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા અન્વયે અરજી કરતા કલેકટરે જગ્યા ખાલી કરવાનો હુકમ કરવા છતાં રામજીભાઈએ જગ્યા ખાલી નહિ કરતા તુષારભાઈએ સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.