ગત સાંજે જેસર, સાવરકુંડલા, અમરેલી વિસ્તારમાં સારો વરસાદ પડતા તેમજ ધારી-ખોડિયાર ડેમનો એક દરવાજાે પુનઃ ખોલાતા પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. શેત્રુંજી ડેમની સપાટી છેલ્લે ૨૭ ફુટ ૨ ઇંચ નોંધાઇ હતી. જેમાં ગઇકાલે રાત્રે પાણીની નવી આવક શરૂ થઇ હતી. પ્રારંભિક તબક્કામાં ૪૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાયેલ બાદમાં સવારે ૭ વાગ્યે પાણીની આવક વધીને ૨૦૩૦ ક્યુસેક નોંધાઇ છે. જાે આ રીતે આવક શરૂ રહેશે તો સાંજ સુધીમાં ડેમની સપાટીમાં એકથી બે ઇંચનો વધારો થશે તેમ જાણવા મળ્યું છે.
આ ઉપરાંત મહુવાનો માલણ અને રોઝકી ડેમ ૮૦ ટકા સુધી ભરાઈ જતા તંત્ર વાહકોએ હેઠવાસમાં આવતા ગામના લોકોને એલર્ટ કરી ગમે ત્યારે પાણી છોડવામાં આવશે તે અંગે માહિતગાર કર્યા છે.