ઘોઘાના ઓદરકા ગામમાં જુગાર રમતા બે શખ્સને ઘોઘા પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે બે શખ્સ ફરાર થઈ ગયા હતા.
ઘોઘા પોલીસ કાફલો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ઓદરકા ગામના ચોકમાં અમુક ઈસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ચોકમાં જુગાર રમતા ગામના વિપુલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ અને રમેશ મોહનભાઈ જેઠવા રોકડા રૂ. ૨,૩૧૦ સાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે શક્તિસિંહ વિજયસિંહ ગોહિલ અમે દિવ્યેશસિંહ હરુભા ગોહિલ પોલીસને જાેઈને ફરાર થઈ ગયા હતા.
ઘોઘા પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત ઘોઘાની મોરકવાડા મસ્જિદ પાસે વરલી મટકાના આંકડા લઇ જુગાર રમી – રમાડતા અબ્દુલસલામ મહંમદહારુન ભાઈ શેખને ઘોઘા પોલીસે ઝડપી લઇ રોકડ રકમ, મોબાઈલ મળી કુલ રૂપિયા ૩૦,૦૧૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.