ભાવનગર શહેર અને જિલ્લામાં અકસ્માત મોતની અલગ અલગ ત્રણ ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
ભાવનગરના રુવા ગામમાં રહેતા લાભુબેન લવજીભાઈ મકવાણા ( ઉ.વ.૫૩ ) ગઈ કાલ તા.૪ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર જાતે કેરોસીન છાંટી સળગી જતા સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ઉમરાળા તાલુકાના રતનપુર ગામમાં રહેતા ક્ષત્રિય યુવાન શક્તિસિંહ જયવંતસિંહ ગોહિલ (ઉ.વ.૨૮) ને વીજ શોક લાગતા સારવાર અર્થે પ્રથમ ઉમરાળા અને ત્યાર બાદ ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ ઉપરાંત પાલીતાણા તાલુકાના પાંડેરિયા ગામમાં રહેતા અરવિંદભાઈ ઠાકરશીભાઈ પરમાર (ઉ.વ.૨૫) ગઈ કાલે વાડીએ મજૂરી કામ માટે ગયા હતા ત્યારે કોઈ કારણસર વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે પ્રથમ પાલીતાણા અને ત્યાર બાદ ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જ્યાં તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.