અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હજારા મસ્જિદમાં એક મોટો બ્લાસ્ટ થયો છે.
વિસ્ફોટમાં ટાર્ગેટ મહિલાઓને બનાવવામાં આવી છે. ત્યારે ઘટનામાં પીડિતોમાં પણ વધુ પડતી મહિલાઓ અને બાળકો છે.
કાબુલના પશ્ચિમ વિસ્તારમાં 2 બ્લાસ્ટ થયા છે. જેમાં હજારા અને શિયા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં એક વિસ્ફોટ ઇમામ મોહમ્મદ બાકેર પર થયો છે, જે કાબુલના સર-એ-કરીઝ વિસ્તારમાં આવેલ જનાના મસ્જિદ છે. પોલીસે માહિતી આપી છે કે વિસ્ફોટમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે.