dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
ગોહિલવાડ પંથકમાં છેલ્લા ે દિવસથી મેઘરાજા તોફાની ઇનિંગ રમી રહ્યા છે ભાવનગર જિલ્લાના મહુવા, વલભીપુર અને સિહોર પંથકમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગઈકાલે મોડી સાંજે મહુવા પંથકમાં બે કલાકમાં ત્રણ ઇચ જેટલો ધોધમાર વરસાદ પડી ગયો હતો જેના કારણે સર્વત્ર પાણી ભરાઈ જવા પામ્યા હતા અને નિચાણ વાળા વિસ્તારોમાં તો ઘરોમાં પાણી ઘુસી ગયા હતા ત્યારે કેટલાક રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં પણ ગઈકાલે મોડી સાંજે અઢી ઇંચથી વધુ વરસાદ પડ્યા બાદ આજે વહેલી સવારે પણ અડધો ઇચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે ઉમરાળા પંથકમાં એક કલાકમાં સવા ઇચ જેટલો વરસાદ સવારે પડ્યો હતો આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લાના વલભીપુર પંચકમાં સવા ત્રણ તેમજ મહુવા પંથકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ઉમરાળા તાલુકામાં પોણા બે ઇંચ અને શિહોર પંચકમાં સવા ઈચ વરસાદ પડ્યો હતો જ્યારે જેસર પંથકમાં તેમજ ભાવનગર શહેરમાં હળવા ભારે ઝાપટા પડતાં અડધો ઇચ જેટલો વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત ગારીયાધાર અને ઘોઘા પંથકમાં હળવા ભારે ઝાપટા પડ્યા હતા ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીનો સીઝનનો ૫૪% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ચોમાસાની સીઝનનો અત્યાર સુધીનો ભાવનગર જિલ્લાના સાત તાલુકાઓમાં ૫૦% થી વધુ વરસાદ પડી ચૂક્યો છે જેમાં સૌથી મોખરે મહુવા તાલુકામાં ૯૩. ૫૧ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ ઘોઘા પંથકમાં ૩૧% પડ્યો છે શ્રાવણ માસમાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે ધોધમાર વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે.






