વ્રત અને તહેવારના પવિત્ર શ્રાવણ માસમાં ભાવિક ભક્તિમય વાતાવરણમાં લીપ બન્યા છે. તહેવારો અને વ્રતની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બ્હેનોના ચાલતાં દશામાંના વ્રતનુ સમાપન થતા વાજતેગાજતે મૂર્તિઓનુ દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં દશામાંના વ્રતનો મહીમા છેલ્લા કેટલાક વર્ષોથી ખુબજ વધ્યો છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભથી શરૂ થતા દશામાંના વ્રતની ઉજવણી શહેરની હજારો બહેનો કરે છે. આ વ્રત નિમિત્તે ઘરમાં માટીની દશામાની મૂર્તિ તથા સાઢણીની સ્થાપના કરી સતત ૧૦ દીવસ સુધી વ્રત રાખી પુજન, અર્ચન, આરતી સાથે ઉજવણી કરવામાં આવી હતી અને દસ દિવસ પૂર્ણ થતા મોડી રાત્રીથી વહેલી સવાર સુધીમાં મુર્તિઓનુ વિસર્જન કરવામાં આવેલ.
દશામાની મુ્ર્તિના વિસર્જન માટે ડિજેના સથવારે ઠેર ઠેરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને માતાજીના ગુણગાન ગાતા હજારો ભાવિકો શોભાયાત્રામાં જાેડાયા હતા. જેના કારણે જુના બંદર રોડ પર આખી રાત મેળા જેવૂ વાતાવરણ રહ્યું હતું ઠેર ઠેર ચા, ઠંડા પાણી તથા પ્રસાદીનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ દશામાની મુર્તિના વિસર્જનની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભાઈઓ બહેનો આસ્થાભેર જાેડાયા હતા.