dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
લેખક અને સંપાદક હર્ષલ ુષ્કર્ણા દ્વારા સિયાચીન અવેરનેસ ડ્રાઇવ અંતર્ગત ‘એક રાખી ફૌજી કે નામ’ મિશન ચાલી રહ્યું છે. ભાવનગરમાંથી પણ છેલ્લા ચાર વર્ષથી વિદ્યાર્થીઓ સરહદ પર ફરજ બજાવતા ભારતીય સેનાના જવાનોને રાખડી મોકલે છે. આ કાર્યમાં ભાવનગરના સ્કાઉટ- ગાઈટ વિદ્યાર્થીઓ વિશેષ સ્નેહ અને રાષ્ટ્રપ્રેમ સાથે જાેડાતા હોય છે. વિવિધ શાળાના સ્કાઉટ – ગાઈડ યુનિટના વિદ્યાર્થીઓ કોઈ સ્થળે એકઠા થઈ આ રાખડીઓ જાતે જ બનાવે છે અને તેની સાથે એક પત્ર પણ લખીને મોકલવામાં આવે છે. આ વર્ષે વિવિધ શાળામાં ૮ કલાક માટે આ રાખડી બનાવવાનું કામ ૧૦૦ સ્કાઉટ ગાઈડ ,રોવર રેન્જરે કર્યું અને ૨૦૦૦ રાખડીયો એક રાખી ફોજી કે નામ અંતર્ગત મોકલવામાં આવી છે. કોઈ સ્વેચ્છિક સંસ્થા દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓને જાેડીને આટલી રાખડી ફોજીઓને મોકલનાર આ કદાચ પ્રથમ સંસ્થા હશે. આ કાર્યમાં શહેરની વિદ્યાધીશ વિદ્યાસંકુલ, સ્વામિનારાયણ ગુરુકુળ, પ્રણામી પ્રાથમિક શાળા, બી એન વીરાણી હાઈસ્કૂલ, ટી બી જૈન કન્યા પ્રાથમિક શાળા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંસ્કાર ધામ શાળા નં ૬૯, દક્ષિણામૂર્તિ સંસ્થા, વિવેકાનં રોવર ક્રૃ, રાણી લક્ષમીબાઈ રેન્જર ટીમ વીગેરે શાળાઓના સ્કાઉટ ગાઈડ અને રોવર રેન્જર જાેડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાઈડ કમિશ્નર દર્શનાબેન ભટ્ટના માર્ગદર્શનમા અજયભાઈ ભટ્ટ, કાજલબેન પંડ્યા, યશપાલ વ્યાસ, ગોપાણી પાર્થ તેમજ રોવર રેન્જર દ્વારા જહેમત ઉઠાવી હતી.





