ભાવનગર શહેર જીલ્લાના દાઉદી વ્હોરા મુસ્લીમ સમાજ દ્વારા તા.૭ને રવિવારે હઝરત ઇમામ હુસૈન અને કરબલાના મહાન શહીદોની યાદમાં મહોર્રમના અસુરાનો દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમા ખાસ કરીને નજમી મસ્જીદ માં શેખ કુત્બુદ્દીનભાઇ સુનેલવાલા અને ઝૈની મસ્જીદમાં મુ.મુસ્તફાભાઈ કસીવાલા હઝરત ઇમામ હુસૈન અ.સ. અને કરબલાના રાહીદોની યાદીમાં વાએઝ ફરમાવ્યુ હતુ. આસાની ખાસ દવાઓ કરવામાં આવી હતી. અને મગરીબ બાદ રોઝા ઇફ્તારી અને ન્યાઝના કાર્યક્રમો પણ દાઉદી વ્હોરા સમાજ દ્વારા રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા અંજુમને બુરહાની કમીટી દ્વારા જહેમત ઉઠાવી હતી.