રોયટર્સ દ્વારા પ્રાપ્ત થયેલા અહેવાલ અનુસાર, આ ગંભીર દુર્ઘટનામાં 3 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
કાઉન્સિલ બ્લફ્સ પોલીસ વિભાગે રોઇટર્સને જણાવ્યું કે આ ઘટના સોમવારે સ્થાનિક સમય અનુસાર સવારે 11:59 વાગ્યે બની હતી. ડેટા સેન્ટરની ઇમારતોની નજીકના સબસ્ટેશન પર ત્રણ ઇલેક્ટ્રિશિયન કામ કરી રહ્યા હતા ત્યારે આર્ક ફ્લેશ (ઇલેક્ટ્રિક વિસ્ફોટ) થયો, જેના કારણે ત્રણેય ઇલેક્ટ્રિશિયન ગંભીર રીતે દાઝી ગયા.
રિપોર્ટ અનુસાર, એક વ્યક્તિને હેલિકોપ્ટર દ્વારા નેબ્રાસ્કા મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બે લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. નેબ્રાસ્કા મેડિકલ સેન્ટર કાઉન્સિલ બ્લફ્સથી થોડે દૂર છે, જે આયોવા-નેબ્રાસ્કા સરહદ પર આવેલું છે. કાઉન્સિલ બ્લફ્સ પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે તેમને મેડિકલ ઈમરજન્સી માટે લઈ જવામાં આવ્યા ત્યારે ત્રણેય લોકો ભાનમાં હતા અને શ્વાસ લઈ રહ્યા હતા. અત્યારે તેમના સ્વાસ્થ્યના નવીનતમ અપડેટની રાહ જોવાઈ રહી છે.