બિહારની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ છે. થોડા દિવસ સુધી તો બધુ ઠીક છે તેવો દાવો કરાનારા હવે બેઠકોમાં સામેલ થવા લાગ્યા છે. રાજકીય ક્ષેત્રે ચર્ચાઓ શરૂ થઇ ચૂકી છે. બોલ મુખ્યમંત્રી નીતિશ કુમારના હાથમાં છે અને તેમના નિર્ણયની સૌને રાહ છે. સવાલ ઉઠી રહ્યા છે કે, શું ફરી નીતિશ કુમાર પોતાના અંતરઆત્માનો અવાજ સાંભળવાના છે ? શું ફરી એકવખત ચૂંટણી પહેલા કોઈ મોટો ખેલ કરવાના છે ?
હજુ જેડીયૂની ધારાસભ્ય દળની એક મહત્વની બેઠક યોજાવાની છે. આરજેડી પણ પોતાના ધારાસભ્યોની સાથે એક બેઠક કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં બિહારની હાલ સ્થિતિ પર મંથન થવાનું છે, આગામી રણનીતિ પર વિચાર-વિમર્શ થશે. આ બેઠકો પહેલા જ નિવેદનબાજી અને ઑફરનો સિલસિલો શરૂ થઇ ચૂક્યો છે. વિપક્ષી પાર્ટી CPIML(L)ના નેતા દિપાંકર ભટ્ટાચાર્યે શરત રાખી દીધી છે કે જો જેડીયૂ ભાજપનો સાથ છોડવા તૈયાર થઇ જાય છે, તો તેને મદદની કરી શકાય છે. આ રીતે આરજેડી તરફથી પણ એક નિવેદન સામે આવ્યું છે. ખુલીને સમર્થનનું કોઈ એલાન નથી થયું, પરંતુ ‘જનતાનો આદેશ’ અને ‘વર્તમાન સ્થિતિ’ જેવા નિવેદનો દ્વારા કેટલાક સંકેતો જરૂર આપી દીધા છે.
આ સમગ્ર ઘટનાક્રમ પર જ્યારે આરજેડી નેતા મનોજ ઝા સાથે વાત કરી તો તેમણે રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો તો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે, અમે આ સમયે રાષ્ટ્રપતિ શાસન લાગતું તો નથી જોઈ રહ્યા. હજુ જોવું પડશે કે આગળ શું થવાનું છે. લોકોનો પણ અભિપ્રાય રહેશે, અમારી પાર્ટી તે અનુસાર નિર્ણય લેશે. આમ તો આ તમામ નિવેદન બાજી વચ્ચે ભાજપે મૌન તોડ્યું છે. પાર્ટીના નેતૃત્વએ પોતાના નેતાઓને બિહારના ઘટનાક્રમને લઇને નિવેદનબાજી ન કરવા કહી દીધું છે. જેના કારણે મીડિયાની સામે ભાજપ નેતા વધુ નથી આવી રહ્યા, પરંતુ નીતિશ કુમારના મનમાં શું ચાલી રહ્યું છે, તે જાણવાના પ્રયાસ સતત ચાલુ છે. આ કારણે ખુદ ગૃહમંત્રી અમિત શાહ પણ એક્શનમાં આવી ગયા છે. તેમણે મોડી રાત્રે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ફોન પર વાત કરી છે. શું ચર્ચા થઇ, તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું. પ્રદેશ ભાજપ નેતા નીતિશ કુમાર સાથે વાત કરી રહ્યા છે. તેમને સમજાવવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે.