જામનગરના ઘરાનગર વિસ્તારમાં તાજીયા દરમ્યાન 10 લોકોને વીજ કરંટ લાગ્યો છે.જેમાં એકનું મૃત્યુ નિપજ્યું છે અને આ દુર્ઘટનામાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગરના ઘરાનગર વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં જુલૂસમાં લોકો જોડાયા હતા. આ વિસ્તારના જાહેર ચોકની અંદર જે જુલૂસ નીકળતું હોય છે તે દરમ્યાન અચાનક જ ક્યાંકથી વીજવાયર તૂટવાના કારણે એકસાથે લગભગ 10 લોકોને વીજકરંટ લાગ્યો હતો. જેથી તમામ લોકોને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવે એ પહેલા જ એકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઇને હોસ્પિટલે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા તુરંત પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.